મોરબી : મોરબી જિલ્લામાં હાલ વરસાદી માહોલને કારણે ઠેરઠેર પાણીનો ભરાવો અને ગારા કીચડની સમસ્યાને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી લોકો આ સમસ્યાઓને લઈને રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે. ત્યારે આ સાચી પરિસ્થિતિનો તાગ મેળવી સ્થળ પર લોકોની સમસ્યાનું નિરાકરણ કરવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા વિવિધ વિસ્તારોનું જાત નિરીક્ષણ કરવા સ્કૂટર પર નીકળ્યા હતા. તેઓ રવાપર ઘુનડા રોડ ઉપરની મુલાકાત લીધી હતી અને વરસાદી માહોલને લઈને રોડની ખરાબ સ્થિતિ જોતા તેમણે તાત્કાલીક રૂબરૂ ઉભા રહીને રોડનું પેચ વર્ક ચાલુ કરાવ્યું હતું અને રોડને ચાલવા યોગ્ય બનાવ્યો હતો. તેમજ રવાપર ગામના બોની પાર્ક પાસે જે સમસ્યાઓ હતી એને સાંભળીને ગામના આગેવાનો સાથે રહીને કામ ચાલુ કરાવ્યું હતુઁ

