સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ભંગ બદલ રૂ.12,500નો દંડ ફટકારાયો
મોરબી : મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ઝોન નં-૪ ની તા.૭ના રોજ વિઝિટ કરવામાં આવી હતી. જેમાં સર્કીટ હાઉસ, શિવમ પાર્ક,નિત્યા નંદ રોડ, મહારાણા સોસાયટી, હાઉસીગ બોર્ડ, વિદ્યુત નગર, રચના સોસાયટી, ગોપાલ સોસાયટી, અરુણોદય નગર, SWM શાખાની સફાઈ તથા ડોર ટુ ડોરના વિવિધ વાહનો તથા કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શહેરમા સફાઇના માપદંડો પ્રમાણે કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામા આવી હતી.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેંટ રુલ્સ ના ભંગ બદલ કુલ રૂ.12500/- નો દંડ કરવામા આવ્યો હતો. આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા S.P. રોડનું નાળું, શ્રીમદ સોસાયટી L.E. રોડ, L.E. ગ્રાઉડનું નાળું, મોમ્સ હોટેલ શનાળાનું નાળું, સર્કીટ..ઉસનું નાળું, અમરેલી ગ્રામ પંચાયતનું નાળું, પંચાયત રોડ પમ્પિંગ સ્ટેશન પાસેના નાળાં સફાઈ કામગીરી કરવામાં આવી છે. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ) ની યાદીમાં જણાવાયું છે.
