રંગમંચ લલીતકલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી ની મોરબી જીલ્લા સમિતિ દ્વારા ગુરુપૂર્ણિમાની ભારતીય પરંપરા મુજબ ઉજવણી કરાઈ હતી જેમાં મોરબીના બે કલાગુરુઓના સન્માન કરાયા હતા.
સંસ્કાર ભારતીની મુખ્ય પાંચ કલા વિદ્યાશાખાઓ મંચિયકલા, દ્રશ્યકલા, લોકકલા, સાહિત્યકલા, કલાધરોહર, પૈકી ની મંચિય અને લોકકલા માં જેમને ગુજરાતમાં માનનીય કે. કા. શાસ્ત્રી પછી ભરતમુનીના નાટ્યશાસ્ત્ર પર સંશોધન કરનાર મોરબીના વેદાંતચાર્ય ડો. દિલીપભાઈ પૈજા કે જેમને ભરત મુનીના નાટ્યશાસ્ત્ર માં નાટ્ય અને નૃત્યકલા તેમજ શાસ્ત્રીય નૃત્યકલા એક અધ્યન પર મહા સંશોધન નિબંધ લખીને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માંથી Phd પૂર્ણ કરેલ છે આ ઉપરાંત એમને ૭૦ થી વધુ રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય કોનફોરેન્સ માં પોતાના સંશોધનપત્રો રજુ કરી ચુક્યા છે આ ઉપરાંત તેના બે નાટ્યપરના પુસ્તકો નાટ્યદર્પણ, નાટ્યકલા સાથે ઉમાપુરાણ પ્રકાશિત થયેલા છે. તેઓ પ્રસિદ્ધ સારા કથાકાર છે અને સાથે નાટ્ય કલા જીવંત રહે અને તેનું જતન થાઈ તેમાટે યુવાઓ અને આવનારી પેઢીને માર્ગદર્શન આપી રહ્યા છે. જયારે દ્રશ્યકલા (ચિત્રકલા) ના મોરબીના નાની બજાર માં રહેતા ૭૩ વર્ષીય કલાગુરુ આદરણીય શ્રી અશોકભાઈ ભીમજીભાઈ પરમાર કે જેઓ છેલ્લા પચાસ વર્ષથી આ ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેઓ હાલ મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને બાળકો અને યુવાનોને આ ક્ષેત્રે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અશોકભાઈ ચિત્ર ની સાથે લેખન માં પણ કુશળ છે.
ઉપરોક્ત બંને કલાગુરુઓ ને પોતાના ક્ષેત્રમાં કરેલ સંશોધન સેવા સમર્પણને ધ્યાનમાં લઈને મોરબી જીલ્લા સંસ્કાર ભારતીના અધ્યક્ષ લોકસાહિત્યકાર અશ્વિનભાઇ બરાસરા, ઉપાધ્યક્ષ હાસ્ય લોકસાહિત્ય કલાકાર દેવેનભાઈ વ્યાસ, મહામંત્રી પ્રાણલાલ પૈજા, કોસાધ્યક્ષ મયુરીબેન કોટેચા, મંત્રી માધુરીબેન વારેવડીયા, લોકકલા સંયોજક રવિરાજભાઈ પૈજા, સાહિત્યકલા સંયોજક ડો. બ્રિજેશભાઈ બરાસરા, પરમભાઈ જોલાપરા, દ્રષ્યકલાના કૈલાશભાઈ સિંદે, ભાસ્કરભાઈ પૈજા સહીત મોરબી જીલ્લા સમિતિના સહુ કલાસાધકો જોડાયા હતા અને બંને કલાગુરુઓના નિવાસ સ્થાને જઈને ભારતીય પરંપરા મુજબ કંકુતિલક અક્ષત, ખેસ, ફુલહાર, નાળિયેર પડો અને પુસ્તક સાથે સન્માનકરીને પુજન કરાયું હતું.
