દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ઘોણ- 6 ના બાળકોની પ્રાથમિક શિષ્યવૃતિ પરિક્ષા અને ધોરણ-9 ના બાળકાની માધ્યમિક શિષ્યવૃતિ પરિક્ષા લેવામાં આવે છે.આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં ધોરણ ૬ અને ધોરણ ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપે છે હાલમાં જ શિક્ષણ વિભાગ દ્વારા આ પરિક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં સમગ્ર તાલુકામાં “મંગલમ વિધાલય માં અભ્યાસ કરતી ગજજર અક્ષતાએ પ્રથમ નંબર મેળવી, શાળાનું તેના માતા પિતા નું નામ રોશન કર્યું છે સાથે સાથે માધ્યમિક શિષ્યવૃતિ પરિક્ષામાં પણ – સમગ્ર તાલુકામાં બીજા નંબરે પણ મંગલમ્ વિધાલયના પટેલ દેવષૅ દિલીપભાઈ આવ્યો હતો, આ બન્ને વિધાર્થને શાળાના સંચાલક અશોકભાઈ પટેલ અભિનંદન પાઠવ્યા હતા, શાળાના આચાર્ય દલસુખભાઈ કાલરીયા, સંચાલક સહિત ના એ શુભેચ્છા સાથે ભવિષ્યમાં પણ આવી જ સફળતા પ્રાપ્ત કરતા રહ્યો તેવી શુભકામના પાઠવળ હતી.
