હું કાંતિલાલને સપોર્ટ કરૂ છું : ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરૂ કરી
મોરબી : મોરબીમાં કાંતિલાલ અને ગોપાલ ઇટાલિયાની ચૂંટણી લડવા બાબતે થયેલી સામસામી ચેલેન્જ બાદ હવે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાએ પણ ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે અને જીતે તો 2 કરોડના ઈનામની જાહેરાત કરી છે.
મોરબીમાં જન આંદોલનને પગલે રાજકીય ધમાસાણ શરૂ થયું છે. જેમાં પ્રથમ કાંતિલાલે ગોપાલ ઇટાલિયા મોરબી ચૂંટણી લડવા આવે તો રાજીનામુ દેવાની અને રૂ.2 કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. સામે ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જ સ્વીકારી કાંતિલાલને સોમવાર સુધીમાં રાજીનામું દેવાનું કહ્યું હતું. જો વળતા જવાબમાં ફરી કાંતિલાલે સોમવારે બન્ને સાથે રાજીનામું દેવાની ચેલેન્જ આપી છે. આ ઉપરાંત ચૂંટણી લડીને ગોપાલ ઇટાલિયા જીતે તો રૂ.2 કરોડ આપવાનું પણ કહ્યું છે.
આ રાજકીય ગરમાવા વચ્ચે શહેર ભાજપ પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયાએ જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે અને જીતે તો તેઓ તરફથી પણ 2 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં ભાજપ અગ્રણીઓ અને આગેવાનોએ સોશિયલ મીડિયામાં કાંતિલાલને સપોર્ટ કરવાની ઝુંબેશ પણ શરૂ કરી છે.
