દેણામાં આવી જાવ તો પણ દાતારી તો રહેવાની જ, હું મારા ખર્ચે કામ કરૂ એમાં પણ તમે ડીસ્ટર્બ કરો છો, ચક્કજામમાં લોકો વચ્ચે ગયો ત્યારે મારા પેટમાં પાપ ન હતું એટલે લોકોએ મને આવકાર્યો : ધારાસભ્ય કાંતિલાલ સામે અજય લોરીયાની તીખા પ્રતિક્રિયા
મોરબી : મોરબીમાં જન આંદોલનોને લઈને રાજકારણ ગરમાયુ છે. એક તરફ ધારાસભ્ય કાંતિલાલ સામે ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ છે. તો બીજી તરફ કોઈએ દાતારી દેખાડવાની જરૂર નથી તેવા ધારાસભ્યના નિવેદનને લઈને અજય લોરીયાએ પણ તીખી પ્રતિક્રિયા જાહેર કરી છે.
અજય લોરીયાએ જણાવ્યું છે કે મારા કાકા એવા 30 વર્ષ જુના ધારાસભ્ય 4 દિવસ પછી આવ્યા અને કહ્યું કે દાતારી કરવાની જરૂર નથી. એનો જવાબ આપું છું કે દાતારી તો રહેવાની જ છે. દેણામાં આવી જાવ તો પણ રહેશે. તેઓએ કહ્યું સરકાર પાસે ઘણા રૂપિયા છે. એનો જવાબ આપું કે હા સરકાર પાસે રૂપિયા ઘણા છે પણ વાપરતા કોને આવડે છે ? શનાળા રોડ ઉપરથી મારે નીકળવાનું થયું, ત્યારે પ્રજાએ મને આવકાર્યો, કહ્યું તમે જવાબદારી લ્યો. મે જવાબદારી લીધી. મારા ખર્ચે વાઈબ્રેટ રોલ બોલાવ્યો. બે દિવસ રાત ઉજાગરા કરી કામ પૂરું કરાવ્યું. પંચાસર રોડ ઉપર ચક્કાજામ હતો ત્યારે સમજાવાનો પ્રયાસ કર્યો.
મારી વિચારસરણી ભાજપની જ છે. હું ધૂતરાષ્ટ્રની ન બની શકું. હા, પ્રજાની પડખે ઉભો રહીશ. જો 30 વર્ષમાં દર વર્ષે આપે એક રોડ બનાવ્યો હોત તો મોરબીની આ દશા ન હોત. અમે અમારા ખર્ચે કામ કરીએ છીએ એમાં પણ ડીસ્ટર્બ કરો છો. હું ગર્ભ શ્રીમંત નથી. પણ મારા ડીએનએમાં દાતારી છે. સરકાર ઉપરથી ઘણી ગ્રાન્ટ આપે છે. થડ તો સાચું છે પણ ડાળ ખોટી છે. આટલા વર્ષ મોરબી માટે કોઈ બોલ્યું નથી. પણ હું બોલું છું એટલે શબ્દો સહન થતા નથી.
સિવિલ હોસ્પિટલમાં 24 વર્ષથી ડો.દુધરેજિયા છે. બ્રિજેશ મેરજા વખતે એમની બદલી પણ થઈ હતી. કેમ તે બદલીને રોકવામાં આવી ? મને નિચો બતાવવાના તમામ પ્રયાસો થાય છે. પણ મને કોઈ ફેર પડતો નથી. હું પ્રજા સાથે કાયમ ઉભો રહીશ.
ઉમા ટાઉનશિપ તેમને બનાવી છે, ત્યાં જવામાં એક થડકો પણ આવે તો હું જાહેર જીવન છોડી દઉં. વરસાદમાં પગ પણ નહીં બગડે. તો મોરબીમાં 30 વર્ષ થયાં છતાં બીજી જગ્યાએ કેમ આવા રસ્તા ન થયા ? ચિત્રકુટ, અવધ -4, શ્રી કુંજ, રાજનગર અને પંચાસર રોડ આ ભાજપને જીતાડવા વાળા એરિયા છે. 4 દિવસમાં તમે 5 મિનિટનો સમય ન કાઢી શક્યા ? બહેન- દીકરીઓને રોડ વચ્ચે આવવું પડ્યું. મને ક્યાં ખબર હતી કે પ્રજા આવકારવાની છે. અમારી પણ સર્વિસ થઇ શકે. હું લોકો વચ્ચે ખુલ્લી છાતીએ ગયો હતો. પણ પેટમાં પાપ ન હતું. એટલે લોકોએ આવકાર્યા.
અમારી લોકચાહના વધે તે પણ તમારાથી સહન થતું નથી. મહાપાલિકા 4 મહિનાથી આવી છે. અધિકારીઓને 4 મહીનામાં આપણી તાસીર ખબર ન પડે. જો તમે ટીકીટ લઈને આવો તો હું તમારી સાથે જ છું. પણ લોકોના કામ કરો. તમે વિડીયો બનાવવામાં માસ્ટર છો. આ 4 દિવસમાં જ કેમ કોઈ વિડીયો ન બનાવ્યો?
