નશામાં ઉપયોગ થતી પ્રિસ્ક્રિપ્સન વગરની દવાઓના વેચાણને લઈને તપાસ હાથ કરાઈ
મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે શાળા/કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં આવેલ ૬૧ મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્સન વગરની દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા થતો હોય જે અંગે સરપ્રાઇઝ ચેકીંગ કર્યું હતું.
મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ શાળા/કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ તેમજ શંકાસ્પદ મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્સન વગર ન વેચી શકાય તેવી દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા થતો હોય તે બાબતે મેડીકલ સ્ટોરમાં ચેકીંગ કરવા અને રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના મળતા અલગ અલગ પોલીસ સ્ટેશનની ટિમો, એલસીબી અને એસઓજી મળી કુલ-૨૨ ટીમો બનાવી મોરબી શહેર, વાંકાનેર, હળવદ, ટંકારા, માળીયા, મોરબી અને વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ કુલ ૬૧ જેટલા મેડીકલ સ્ટોરમાં સરપ્રાઇઝ ચેકીંગ કરી મેડીકલ સ્ટોરના વેચાણ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર તેમજ પ્રિસ્ક્રિપ્સન વગર ન વેચી શકાય તેવી દવા બાબતે ચેકીંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
