મોરબીમાં વરલીનો જુગાર રમતા એક ઝડપાયો : વાંકાનેર સીટી પોલીસે બે દરોડામાં 13 જુગારી પકડ્યા
મોરબી : મોરબી શહેર જિલ્લામાં જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં 14 આરોપીઓ ઝડપાઇ ગયા હતા. જેમાં વાંકાનેર શહેરમાં વૃધ્ધા સંચાલિત જુગાર ધામમાં જુગાર રમતા 10 આરોપીઓ, રાજા વડલામાં ત્રણ અને મોરબીના ગાંધીચોકમા વરલીનો જુગાર રમતા એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે મિલપ્લોટ ડબલચાલીમાં રહેતા રુડીબેન કરશનભાઇ ગોરીયા ઉ.85 નામના મહિલા પોતાના ઘરમાં નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી રૂડીબેન કરશનભાઇ ગોરીયા અજયભાઇ મંગાભાઇ રાતોજા, ભુપતભાઇ ધરમશીભાઇ ઝાલા, શાહરૂખભાઇ હૈદરભાઇ જેડા, સતીષભાઇ રઘુભાઇ કઉડર, મહેશભાઇ પ્રેમજીભાઇ બાવળીયા, આશીફભાઇ નુરમામદભાઇ બ્લોચ, ક્રુણાલ મનસુખભાઇ માલકીયા, હસનભાઇ દોશમાહમદભાઇ મોવર અને અનવરભાઇ દાઉદભાઇ બાબરીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂપિયા 16,100 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે રાજાવડલા ગામે ઠાકર મંદિર સામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી રાજેશભાઇ ગાંડુભાઈ દલસાણીયા, પ્રકાશભાઈ જેરામભાઈ સોલંકી અને કરણભાઈ શામજીભાઈ ડેડાણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16,400 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત ત્રીજા દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ગાંધીચોક વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ચંદુભાઈ મોતીભાઈ નગવાડિયા ઉ.50 નામના શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 350 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.