મોરબી : આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ ઈન્દિરા નગર વિસ્તારની વિપુલ નગર સોસાયટીના પીવાના પાણી, રોડ રસ્તા અને ગટરના પ્રશ્નોને લઈને રહીશોને સાથે રાખીને મોરબી મહાનગરપાલિકાની મહેન્દ્રનગર ખાતે આવેલી કલસ્ટર ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી અને તંત્રને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.
રહીશોના જણાવ્યા પ્રમાણે પીવાના પાણી, રોડ રસ્તા અને ગટરનો પ્રશ્ન ધણાં સમયથી યથાવત છે. હાલ ગટરની સુવિધા નથી અને ઘણા સમયથી વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેમાં સેવાળ,તથા મચ્છર,માખી અને જીણી જીણી જીવાતો પણ છે. આ સોસાયટીમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી. આ સોસાયટીના રહીશો દ્વારા તંત્ર અનેક વખત રજૂઆતો કરવા છતાં નજરઅંદાજ કરતા હતા. જેથી આજે આમ આદમી પાર્ટીની જિલ્લા ટીમ દ્વારા સોસાયટીના રહીશોને સાથે રાખી મોરબી મહાનગરપાલિકાની ક્લસ્ટર ઓફિસ મહેન્દ્રનગર ખાતે લેખિત રજુઆત અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે 24 કલાકમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

