માળીયા વનાળિયામાં વહેલી સવારે ચાલવા નીકળેલા વૃદ્ધને પિતા પુત્રએ ફટકાર્યા
મોરબી : મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં રહેતા વૃદ્ધ વહેલી સવારે ચાલવા નીકળતા પાડોશમાં રહેતા કૌટુંબિક સગા એવા પિતા પુત્રએ તું અમારા ઘર ઉપર તાંત્રિકવિધી કરશ તેમ કહી લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં રહેતા રામજીભાઈ વસરામભાઈ અંબાલિયા ઉ.75 નામના વૃદ્ધએ આરોપી ભલાભાઈ માલાભાઈ અંબાલિયા અને કમલેશભાઈ ભલાભાઈ અંબાલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી રામજીભાઈ વહેલી સવારે નિત્યક્રમ મુજબ ચાલવા જતા હતા ત્યારે બન્ને આરોપીઓએ તું વહેલી સવારે અમારા ઘરમાં તાંત્રિકવિધિ કરશ એટલે અમારા ઘરમાં સુખ શાંતિ છીનવાઈ ગઈ છે તેમ કહી લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.