મયુર રાવલ હળવદ
તંત્ર દ્વારા અખદ્ય વસ્તુઓનું ચેકિંગ શહેરમાં હાથ ધરવામાં આવે તેવી લોક માંગ
હળવદ શહેરમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં જ વિવિધ રોગના કેસો સામે આવી રહ્યા છે. જેમાં પણ ખાણીપીણીની લારીઓ અને તેની બનાવટના સ્થળે સાફ-સફાઈ નહિ રાખવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે હળવદ શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અખાદ્ય વસ્તુઓ ખોરાક , તેમજ જાહેર માં વેહાચાતી પાણીપુરીનો ધંધો કરતા લોકોના ઘરે તપાસ કરી અખાદ્ય વસ્તુઓનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી શહેરીજનો માં માગણી ઉઠવા પામી છે,
હળવદ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ ઘણી ખાણીપીણીની લારી ઉપર ગંદકીના સામ્રાજ્ય જોવા મળતા હોય છે. માખી-મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળતો હોય છે, પરંતુ સ્વાદ પ્રેમીઓની પાણીપુરી કેવી જગ્યાએ તૈયાર થાય છે, કેટલી સ્વચ્છતા છે તેવા સવાલો વચ્ચે અનેક ફરિયાદો ઉઠવા પામી છે,ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફૂડ ઓફીસર દ્રારા શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે,
પાણીપુરીમાં વપરાતા બટાકાના માવા, પાણી, તેલ સહિત ચટણીઓ, નાસ્તામાં વપરાતા તેલ સહિત ની ચકાસણી કરવામાં આવે તેવી શહેરીજનો ની માંગણી ઉઠવા પામી છે.
