મોરબી : ધારાસભ્ય કાંતિલાલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સર્જાયેલ રાજકીય ધમાસાણમાં વચ્ચે પડી વાંકાનેરના ધારાસભ્યએ પણ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે. તેવામા વાંકાનેર પાલિકાના કોગ્રેસના સદસ્યોએ જીતુભાઈને પ્રજાના કામમાં ધ્યાન આપવા સલાહ આપી છે.
વાંકાનેર નગરપાલિકાના કોગ્રેસના સદસ્યોએ વિડીયો જાહેર કરી જણાવ્યું છે કે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ચેલેન્જ આપવાને બદલે પ્રજાના કામ કરે. વાંકાનેરમાં ઠેર ઠેર રોડના પ્રશ્નો છે. ગટરના પ્રશ્નો છે. રાતીદેવડી પુલ હજુ રીપેર થયો નથી. આવા પાયાના પ્રશ્નો પહેલા ધારાસભ્યએ ઉકેલવા જોઈએ.
