શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ભવ્ય આયોજન સાથે ઉત્સવ ઉજવાયો. કાર્યક્રમની શરૂઆત પવિત્ર દીપ પ્રગટાવા અને સ્તોત્ર પ્રાર્થના સાથે કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ભક્તિભાવથી દક્ષિણામૂર્તિ સ્તોત્રના પઠનથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ઉઠ્યું.
વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના સન્માન સ્વરૂપે તિલક કરાયું અને પુષ્પમાળા અર્પણ કરીને ગુરુજનોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગુરુભક્તિ અને સંસ્કારપ્રત્યેની ભાવનાને આધારીત નાટક, નૃત્ય અને વક્તૃત્વ રજૂ કરી સમગ્ર સભાને ભાવવિભોર કરી દીધા.
આ સુંદર પ્રસંગના અંતે ટ્રસ્ટી શ્રી ગોરધનભાઈ ગોરિયાએ વિદ્યાર્થીઓને ઉદ્બબોધન આપી શિક્ષકો અને માતાપિતાના મહત્ત્વની સમજ આપી અને વિદ્યાર્થીઓને સંસ્કાર, શિક્ષણ અને શ્રદ્ધાની દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપી.
આ કાર્યક્રમનું આયોજન સમગ્ર કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક અને સંસ્કારમય રીતે કરવામાં આવ્યું હતું.

