મોરબી : ધ્રાંગધ્રા કુડા ટીકર રોડ પર આવેલ મેજર બ્રીજ પરથી રેતીના ટ્રકો કે અન્ય વાહનો પસાર થવાથી બ્રીજ ડેમેજ થવાની સંભાવના રહેલી છે તેમજ બ્રિજનું મંજુર થયેલ રીપેરીંગ તથા સ્લેબ રીકાસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી બ્રીજ પરથી રેતીના ટ્રકો કે અન્ય ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરવામાં આવી હતી
કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) મોરબીના પત્રથી પોલીસ અધિક્ષક મોરબીના અભિપ્રાય મુજબ જીલ્લા મેજીસ્ટ્રેટ કે બી ઝવેરી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) બી અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી અન્ય જાહેરનામું બહાર પાડવામાં ના આવે ત્યાં સુધી ધ્રાંગધ્રા કુડા ટીકર રોડ પર મેજર બ્રીજ પરથી રેતીના ટ્રકો કે અન્ય ભારે વાહનોના પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે
જેથી હળવદથી આવતા વાહનો ટીકર ગામ થઈને માધવનગર જઈ શકશે અને માધવનગરથી આવતા વાહનો ટીકર ગામ થઈને હળવદ તરફ જઈ શકશે.