અગાઉ જાણ કર્યા વગર મહાપાલિકાની ટીમે જેસીબીથી ઓટલા પાડવાની કામગીરી શરૂ કરી
મોરબી : મોરબીમાં નેશનલ હાઇવે પાસેના સિરામિક સિટીમાં મહાપાલિકાની ટીમે આજે ઓચિંતું ડીમોલેશન હાથ ધર્યું છે. જેમાં હાલ જેસીબીની મદદથી ઓટલા પાડવામાં આવી રહ્યા છે. જો કે મહાપાલિકાએ અગાઉ જાણ કરી ન હોય વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે નેશનલ હાઇવે પર શક્તિ ચેમ્બર પાસે આવેલ સિરામિક સિટીમાં આજે મહાપાલિકાની ટિમે જેસીબી લઈને આવીને છાપરા અને ઓટલા તોડવા કહ્યું હતું. આ મામલે અગાઉ વેપારીઓને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. જેથી વેપારીઓ થોડો સમય આપવા વિનંતી કરી હતી. આથી મહાપાલિકાની ટીમે છાપરા હટાવવા થોડો સમય આપ્યો છે. હાલ ઓટલા તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
