મોરબી : મોરબી તાલુકા પોલીસે રાજપર – શનાળા રોડ ઉપર રાજપર ગામની સીમમાં બાતમીને આધારે દરોડો પાડી જીજે – 36 – એસી – 7021 નંબરની સ્વીફ્ટ કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક ભરતભાઇ રમેશભાઈ બાટી રહે.લીલાપર રોડ ખડીયાવાસ મોરબી અને આરોપી સેઝાદ મુરાદભાઈ સોઢા રહે.જીરાગઢ તા.જોડિયા વાળાના કબ્જામાંથી 175 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 35 હજાર મળી આવતા 2 લાખની સ્વીફ્ટ કાર કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.