મુખ્ય રસ્તા પર સાફ-સફાઈ કામગીરી, ભૂગર્ભ ગટરના નવા ઢાંકણાં, ખુલ્લી ગટરો પર ફ્રેમકવર, ભૂગર્ભ ગટરના ચેમ્બરની સફાઈ,દવાનો છંટકાવ સહિતની કામગીરી પુરજોશમાં પાલિકા પ્રમુખ ફોરમબેન રાવલની પ્રશંસનિય કામગીરી
(મયુર રાવલ હળવદ) : હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાંથી વરસાદી પાણીના સુચારુ નિકાલ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા અને નાગરિકોને હાલાકી ન પડે તે સુનિશ્ચિત કરવા નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે.
નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.આવી છે.જેમાં વોર્ડ નંબર ૬ ગોરી દરવાજા, સૈયદ વાસ, મસ્જિદ પાસે, હરીદર્શન ની સામે જેસીબી દ્વારા કચરો દુર કરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.વોર્ડ ૪, તેમજ ગોરી દરવાજા વિસ્તારમાં , વોર્ડ નંબર 6 માં ભેંણીના ઢાળ પાસે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, રાણેકપર રોડપર આવેલા વિશ્વાસ કોમ્પલેક્ષની સામે સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. વોર્ડ નંબર 3 બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં ચાલુ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાને લઇ મચ્છર જન્ય રોગથી બચાવ ફોગિગની કામગીરી કરવામાં આવી હતી.વોર્ડ નંબર ૭ ના વિસ્તારમાં વરસાદને કારણે નુકશાન પામેલ રોડ પર JCB મારફતે ખાડા બૂરાણની કામગીરી પુરજોશમાં કરવામાં આવી આવી હતી જરૂર જણાય ત્યાં અન્ય વિસ્તારમાં પણ આ મુજબની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. શહેરની ગંગા તલાવડી પાસેના રોડમાં ભરાયેલ પાણીનો નિકાલ કરી JCB મારફતે સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી હતી, મહાદેવ નગર , ખારી વાળી, કુંભાર પરા, અન્નશ્રેત્રરોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ચોમાસાની પરિસ્થિતિ ને ધ્યાને લઇ મચ્છર જન્ય રોગ થી બચાવ સારું ફોગિગ ની કામગીરી કરવામાં આવી હતી. સાથે સાથે જરૂરિયાત મુજબના જર્જરિત અને તૂટેલા ગટરના ઢાંકણાં બદલીને નવા ઢાંકણાં નાખવાની કામગીરી કરવામાં આવી હતી જેથી રાહદારીઓ અને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય. હાથ ધરવામાં આવી હતી. શહેરના મુખ્ય રસ્તા પર સાફ-સફાઈ ઝુંબેશ ચલાવીને રસ્તા પરનો કચરો અને માટીનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેથી પાણીનો ભરાવો ન થાય અને વાહનવ્યવહાર સરળતાથી થઈ શકે.આ ઉપરાંત, ભૂગર્ભ ગટરના ચેમ્બરની સફાઈ કરીને પાણીના પ્રવાહને અવરોધમુક્ત કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.હળવદ નગરપાલિકા દ્વારા આ કામગીરીઓ થકી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી ચોમાસાની ઋતુમાં શહેરીજનોને ઓછામાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. સાથે સાથે હળવદના રેલ્વે સ્ટેશન રોડ પર ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન માથાના દુખાવા સમાન હતો તે ડીવાઈડર બનાવી ટ્રાફીક સમસ્યાનો પ્રશ્ન હલ કરવા આવ્યો આવ્યો હતો. સમગ્ર કામગીરી હળવદના યુવા તરવૈયા નવયુવાન પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ, નગરપાલિકાના ઉત્સાહી ચીફ ઓફિસર તુષાર ઝાલોરીયા તથા પાલિકાના સદસ્યો તથા સેન્ટીશન સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવી હતી.

