કારચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતા હરબટિયાળી નજીક સર્જાયો અકસ્માત
ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક હરબટિયાળી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા બેકાબુ કાર ડિવાઈડર કૂદી રોડની સામે તરફ ઉભેલી પાણી પુરીની લારી ઉપર ખાબકતા બે લોકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
વિચિત્ર અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ તરફથી મોરબી તરફ આવી રહેલી કાર ટંકારા નજીક હરબટિયાળી ગામ પાસે પહોંચ્યા બાદ કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદી સામેની તરફ ઉભેલી પાણી પુરીની લારી તેમજ એક કેબિન ઉપર ખાબકતા સંદીપભાઈ અને જીવાપર ગામના રહીશ દીપકભાઈ નામની વ્યક્તિને ઇજા પહોંચતા બન્નેને 108 મારફતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
