વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામે ખેતમજૂરી કરતા પ્રેમીયુગલે પ્રેમલગ્ન કર્યાના થોડા સમયમાં જ બન્ને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા શરૂ થયા બાદ પતિ મારકુટ કરતો હોય પત્નીએ ઝેરી દવા પી લેતા બનાવ અંગે પોલીસે ગુંન્હો દાખલ કર્યો છે.
વાંકાનેરના તિથવા ગામે રહેતા અને ખેતીકામ કરતા સુનિતાબેન દિનેશભાઇ ડામોરને તેમના પતિ દિનેશભાઇ હરસિંગભાઈ ડામોર નાની નાની બાબતોમાં ઝઘડા કરી દાળ કેમ બગડી હતી તેમ કહી માર મારતા સુનિતાબેનને લાગી આવતા જાતે ખેતરમાં છાંટવાની દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.નોંધનીય છે કે સુનિતાબેને થોડા સમય પૂર્વે જ આરોપી દિનેશ સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.