મોરબી : મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની જુલાઈ મહિનાની બેઠક આગામી તારીખ 18 જુલાઈ ને શુક્રવારના રોજ બપોરે 3 કલાકે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર મહારાણી નંદકુવરબા આશ્રયગૃહ ઈસ્ટ ઝોન મહાનગરપાલિકા કચેરીના સભાખંડમાં યોજાશે.
આ સંકલન સમિતિની બેઠકમાં મહાનગરપાલિકાના તમામ શાખા અધ્યક્ષને સમગ્ર વિગત સાથે ઉપસ્થિત રહેવા જણાવાયું છે. જો ગેરહાજર રહેવાનું થાય તો કમિશનરને અગાઉ અનુમતિ મેળવ્યા બાદ પ્રતિનિધિને હાજર રાખવા અન્યથા જાતે હાજર રહેવું. આ સંકલન સમિતિની બેઠકમાં સંકલન સમિતિના તમામ સભ્યો/પદાધિકારીઓ/અધિકારીઓને સમયસર બઠકમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.