પોલીસે વિદેશી દારૂની 28 બોટલ કબ્જે કરી, બે આરોપીના નામ ખોલાવ્યા
મોરબી : મોરબી શહેર અને જિલ્લાના પોલીસે વિદેશી દારૂના અલગ અલગ ત્રણ દરોડા પાડી વિદેશી દારૂની 28 બોટલ કબ્જે કરી હતી. જેમાં વાંકાનેરમાં 26 બોટલ તેમજ મોરબી અને ટંકારા તાલુકાના ઉમિયાનગર નજીકથી વિદેશી દારૂની એક એક બોટલ સાથે બે આરોપીઓ ઝડપાઇ ગયા હતા. પોલીસે વિદેશી દારૂ સપ્લાયરના નામ ખોલાવી બે શખ્સને ફરાર જાહેર કર્યા હતા.
પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે જીનપરા શેરી નંબર 10મા આરોપી સાહિલ જુમાભાઈ કુરેશીના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 26 બોટલ કિંમત રૂપિયા 33,800 કબ્જે કરી આરોપીની પૂછતાછ કરતા રફીક જુમાભાઈ કુરેશીનું નામ ખુલ્યું હતું.જ્યારે બીજા દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે આવેલ લેટેસ સ્પા નીચેથી આરોપી યોગેશભાઈ રમેશચંદ્ર જાની રહે.મોટી માધાણી શેરી, દરબાર ગઢ, મોરબી વાળાને બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ દારૂની બોટલ આપનાર આરોપી વિશ્વરાજસિંહ જગતસિંહ જાડેજા રહે.પરસોતમ ચોક વાળાનું નામ ખોલાવ્યું હતું. આ ઉપરાંત ત્રીજા દરોડામાં ટંકારા પોલીસે ઉમિયાનગરથી નાના રામપર ગામ જવાના રસ્તેથી આરોપી ભૂમિત ધરમશીભાઈ રાંકજા રહે.ચાચાપર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.