અપમૃત્યુના અન્ય બે બનાવમાં બાળકનું ડૂબી જવાથી અને યુવકનું બીમારીથી મૃત્યુ
મોરબી : મોરબી શહેર અને ટંકારા તાલુકાના નેકનામ ગામે અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવ બન્યા હતા. જેમાં મોરબીના રવાપર રોડ ઉપર આધેડ પરિણીતાએ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. તો ટંકારાના નેકનામ ગામે પાણીની કુંડીના ડૂબી જતાં બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. તેમજ મોરબીના લાયન્સનગરમાં બીમારી સબબ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર પ્રમુખ રેસિડેન્સીમાં રહેતા મૂળ ભાણવડના રોજડા ગામના વતની જિજ્ઞાસાબેન નટવરલાલ મોઢાના પતિ 30 વર્ષથી દુબઈ હોય જિજ્ઞાસાબેન એકલવાયું જીવન જીવતા હોય સ્વભાવ ચીડિયો થઈ જતા ઝેરી ટીકડા ખાઇ લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
બીજા બનાવમા ટંકારા તાલુકાના નેકનામ ગામે મુકેશભાઈ રાઘવજીભાઈ છત્રોલાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની નારાયણભાઈ ડાવરનો 3 વર્ષનો પુત્ર વિકી પાણીની કુંડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે ત્રીજા બનાવમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરના રહેતા દિવ્યરાજસિંહ મૂળરાજસિંહ ઝાલા ઉ.39ને બીમારી સબબ સિવિલ હોસ્પિટલ મોરબીમાં દાખલ કરાયા હોય સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.