રાજેશ સાયકલ પાસે પણ આજ રાતથી ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરાશે
મોરબી : મોરબીના લોહાણાપરા (શાકમાર્કેટ)માં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હતી. ત્યારે હવે મહાપાલિકા દ્વારા અહીં ભૂગર્ભ ગટરની પાઈપલાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
મહાપાલિકાના વોટર વર્કસ/ ડ્રેનેજ શાખાના ડેપ્યુટી કમિશનર દ્વારા જણાવાયુ છે કે, હાલમાં ડ્રેનેજ શાખા દ્વારા લોહાણાપરા (શાકમાર્કેટ)માં ભૂગર્ભ ગટરની પાઈપ લાઈન નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.જેથી જે પાણી ભરાવાની સમસ્યા છે તેનું આગામી સમયમાં નિરાકરણ થશે. તેમજ આજે તા.૧૫ના રોજ રાત્રે રાજેશ સાયકલ પાસે પણ ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે. જેથી ત્યાં પણ સમસ્યાનું નિરાકરણ આવશે.
