Wednesday, July 23, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે ઉપર બંને સાઈડ ટ્રકોના આડેધડ...

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે ઉપર બંને સાઈડ ટ્રકોના આડેધડ પાર્કિંગથી ગ્રામજનો ત્રાહિમામ

જિલ્લા ટ્રાફીક પોલીસ ક્યારે જાગશે ?અકસ્માત થાય તેની તંત્ર રાહ જોવે તેવો ઘાટ

મોરબી : મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકો આડેધડ પાર્કિંગ કરીને અડીંગો જમાવી અન્ય નાના વાહન ચાલકો માટે મોતને આમંત્રણ આપવા આડેધડ ટ્રકો પાર્ક કરીને બેફામ બન્યા છે. ત્યારે જિલ્લા ટ્રાફીક પોલીસ ટ્રાફીકના નિયમોનુ કયારે પાલન કરાવશે તેવી સ્થાનીક લોકોમાં ચર્ચા જાગી છે કેમ કે અવાર નવાર ટીંબડી ગામના પાટીયા પાસે ભુતકાળમાં મોટા અકસ્માત સર્જાયા છે. જેથી આડેધડ પાર્ક કરનારા ટ્રક ચાલકો સામે મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ ક્યારે લાલ આંખ કરશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

ટીંબડી ગામ આસપાસ ઉધોગો હોવાથી ટીંબડી ગામ તરફ જવાનો રસ્તો છે. ત્યાં આડેધડ પાર્ક કરીને અડીંગો જમાવી બેઠેલા ટ્રકોના કારણે ટીંબડી ગામ‌ તરફથી આવતા વાહનોને દેખાતું નથી અને હાઈવે ઉપર ચડતા જ ગંભીર અકસ્માતો‌ સર્જાતા હોય છે. ભુતકાળમાં ટીંબડી‌ ગામના પાટીયે પાસે ગંભીર અકસ્માતો સર્જાયા છે જેમાં ઘણા બાઈક ચાલકો અને‌ કાર ચાલકો અકસ્માતમાં મોતને ભેટેલા છે. જેથી ગુજરાતમાં હાલ ચર્ચાનો વિષય બની તંત્ર તમાશબીન બન્યું છે અકસ્માત બાદ તપાસના આદેશ તેવું અહી બને તેની મોરબી જિલ્લા તંત્ર રાહ જોતું હોય તેવું દેખાઈ રહ્યું છે! પરંતુ જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય કોઈ મોતને ભેટે તો જવાબદારી કોની ?જેથી મોરબી ટ્રાફીક પોલીસ સફાળુ જાગીને ટીંબડી ગામના પાટીયા પાસે અડીંગો જમાવી આડેધડ પાર્કિંગ કરનાર ટ્રક ચાલકો‌ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે અને ગામના પાટીયા આસપાસ બંને સાઈડ ગ્રામજનોને હાઈવે ઉપરના વાહનો દેખાઈ તે રીતે ખુલ્લી જગ્યા કરાવે તેવી લોકમાંગ ઉઠી રહી છે અન્યથા કોઈ અઘટિત ઘટના બને અને લોકોનો ઉગ્ર આક્રોશ સાથે ચક્કાજામ જેવા દેખાવો થાય ગંભીર પરીણામનુ નિર્માણ થાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરાઈ તે જરૂરી બન્યું છે કેમ કે ગુજરાતમાં તાજેતરમાં બનેલા ગોઝારી ઘટનાઓ બન્યા બાદ તંત્ર તપાસ અને આદેશો આપતા હોય છે તેવું અહી ન થાય તેમ‌ મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે તંત્ર દ્વારા અકસ્માતની રાહ જોવાઈ રહી છે તેવી તેવી ચર્ચા લોકોમાં ચર્ચાનો વિષય બની છે હાલ તો ગુજરાતમાં ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા આમ બની ગયું છે તે જગજાહેર છે તાજેતરમાં પુલ તુટવા જેવી ગંભીર ઘટનાઓ બની છે ત્યારે મોરબી જિલ્લામાં પણ તંત્ર જાગે અને અકસ્માતો ન થાય અકસ્માતો‌મા ઘટાડો થાય તેવી ટ્રાફીક પોલીસે કામગીરી કરવી જોઈએ તેમજ જિલ્લામાં રોડની બંને સાઈડ આડેધડ પાર્કિંગ કરી મોરબી શહેરની આસપાસ ભારેખમ વાહનોને આડેધડ પાર્ક કરીને ટ્રાફીક સર્જતા હોય જેથી કરીને પોલીસ ને પણ ટ્રાફિક ક્લિયર કરવામાં ભારે જહેમત ઉઠાવી પડતી હોય છે ટ્રક ચાલકો નીતિ નિયમ નેવે મૂકીને હાઈવે પર જામ સર્જાતા હોય છે મોરબી શહેર આસપાસના હાઈવે પર ઓવરલોડ ડમ્પર ચાલકોને તો જાણે આરટીઓ કે પોલીસનો ડર જ ન હોય? તેમ આંખ મીંચીને ડ્રાઈવિંગ કરતા હોય તેવો ઘાટ જોવા મળે છે તેની સામે ક્યારે કરાશે કાર્યવાહી કરાશે ?તેવો ધગધગતો સવાલ પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યો‌ છે મોરબી જવું હોય તો મોતને મુઠ્ઠીમાં રાખીને જ જવું તેવો ઘાટ આડેધડ પાર્કિંગ અને માતેલાસાંઢની જેમ હાઈવે પર દોડતા બેફામ ટ્રક ચાલકોથી બચવુ જ નાના વાહન ચાલકો માટે ચિંતાનો‌ વિષય બન્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે ટીંબડી ગામના પાટીયા પાસે ભુતકાળમાં બનેલી અકસ્માતની ગંભીર ઘટનાઓને ભવિષ્યકાળમાં પણ નોતરશે અકસ્માતને આમંત્રણ આપશે કે પછી તંત્ર કડક કાર્યવાહી કરશે તે‌ આગામી સમય જ બતાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments