મોરબી : રાજયમાં એસટી નિગમે તાજેતરમાં મોટી સંખ્યામાં કંડકટરોની ભરતી કરી છે. જેમાંથી 17 કંડકટર મોરબી એસટી ડેપોને ફાળવવામાં આવ્યા છે.
આ અંગે મોરબીના એસટી ડેપો મેનેજરે જણાવ્યું કે મોરબી ડેપોને નવા 17 કંડકટર ફાળવવામાં આવ્યા છે. આ કંડકટરોને ડેપોએથી ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી રહી છે. જે તા.17ના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ આ નવા કંડકટરોને તા.18 અને 19 રાજકોટમાં ડિવિઝન કક્ષાએ તાલીમ આપવામાં આવશે. બાદમાં આ કંડકટરને મોરબી ડેપોમાં ફરજ ઉપર લેવાશે.
