મોરબી : માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે વવાણીયા ગામના સરકારી ગોડાઉન નજીક આવેલ વાડાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની 180 બોટલ સાથે એક શખ્સને ઝડપી લેતા અન્ય એક શખ્સનું નામ પણ ખુલવા પામતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વવાણીયા ગામના સરકારી ગોડાઉનની બાજુમાં આવેલ આરોપી કિશનભાઈ આયદાનભાઈ ખાદાના કબજા ભોગવટા વાળા વાડાની ઓરડીમાં દરોડો પાડતા ઓરડીમાંથી વિદેશી દારૂની 180 બોટલ કિંમત રૂપિયા 2,52,000 મળી આવતા આરોપી કિશનભાઈ ખાદાની અટકાયત કરી 10 હજારની કિંમતના મોબાઈલ સહિત કુલ રૂપિયા 2,62,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વધુમાં આરોપીની પૂછતાછમા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી શક્તિભાઈ બોરીચા રહે.મોરબી વાળા પાસેથી ખરીદ કર્યો હોવાનું આરોપીએ કબુલતા માળીયા મિયાણા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપી શક્તિ બોરીચાને ફરાર દર્શાવી ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.