મોરબી : મોરબી શહેરના આલાપ રોડ ઉપર નવરંગપાર્કમાં રહેતા પ્રતિકભાઈ મનહરભાઈ ફેફર ઉ.29 વાળાની માલિકીનું રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ગત તા.5 જુલાઈના રોજ બેલા ગામની સીમમાં આવેલ શ્રીરામ પેકેજીંગ કારખાનાના ગેટ પાસેથી ચોરી કરી જતા વાહનચોરીની આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.