હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે તા ૧૫-૦૭-૨૦૨૫ ટીકર પે. સે. શાળા નંબર ૧ માં એક પેડ માં કે નામ ૨ ની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. શાળા કક્ષાએ સમગ્ર સ્ટાફ ઘ્વારા આ કાર્યક્રમની ઉજવણી માટે ખુબ સુંદર તૈયારી કરેલ હતી જેમાં શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ માટે ૧૧૦ કુંડાઓને જાતે જ રંગીને તૈયાર કરવામાં આવ્યા હતા.
આ તકે હળવદ તાલુકા બી.આર.સી. કો ઓર્ડીનેટર પટેલ મિલનકુમાર કે. તથા સી.આર.સી. ટીકર(રણ) સોંડાભાઇ કે. રાઠોડની ઉપસ્થિતિ રહી.શાળા કેમ્પસમાં ૧૧૦ જેટલા કુંડાઓમાં અને અન્ય જગ્યાઓમાં ફૂલછોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. બી.આર.સી. કો.ઓર્ડિનેટર, સી.આર.સી.કો. ઓર્ડિનેટર, શાળા પરિવાર અને ગ્રામજનો ઘ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. બી.આર.સી. કો. ઓર્ડિનેટર મિલનકુમાર કે. પટેલ દ્વારા બાળકોને માનવ જીવનમાં વૃક્ષોના મહત્વને સમજાવીને વૃક્ષોનું વાવેતર કરી અને જતન કરવા માટે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્ચું. આમ, હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારની ટીકર પે.સે. શાળામાં શાળાને નંદનવન બનાવવા માટેનો સુંદર કાર્યક્રમ યોજાઇ હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.


