મોરબી : મોરબી તાલુકા પોલીસે જુના ઘુંટુ રોડ ઉપરથી બે શખ્સોને ચોરાઉ બાઇક સાથે પકડી લઈ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ બન્ને શખ્સની ધરપકડ કરી બાઇક કબ્જે કઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમે જૂનુ ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો કારખાના સામેથી બાઇક લઈને જતા વિક્રમભાઇ ઊર્ફે વિકુડો મસાભાઇ વાજેલીયા ઉ.વ.૩૫ અને કાંન્તીભાઇ કરશનભાઈ પાસેલીયા ઉ.વ.૨૦ને અટકાવી બાઇકના આધાર પુરાવા માંગતા તેમની પાસે ના હોય અને બાઇક રજી.નંબર GJ-03-DK-0219ની ખરાઇ કરતા તે બેલા રંગપર રોડ પર આવેલ શ્રી રામ પેકેજીંગ કારખાનાના ગેટ બહારથી ચોરી થયેલા હોવાનું જાણવા મળતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
