ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના હરબટિયાળી ગામના બસસ્ટેન્ડ પાસે ચાર દિવસ પૂર્વે રાત્રીના સમયે બેકાબુ કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદી સામેની તરફ પાણી પુરીની લારી ઉપર ખાબકતા ગંભીર ઇજા થતાં પાણીપુરીની લારી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત અન્ય એક દંપતી શાકભાજી વેચી ઘેર જવા માટે વાહનની રાહ જોઈ બાંકડે બેઠા હોય દંપતી પૈકી પતિને પણ ઝપટે લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો.
મોરબી – રાજકોટ હાઇવે ઉપર ગત તા.13ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં રાજકોટ તરફથી મોરબી જતી જીજે -03 – જેઆર – 4780 નંબરની કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદી હરબટિયાળી ગામના બસસ્ટેન્ડ પાસે ખાબકી હતી.જેમાં કાર પાણીપુરીની લારી ઉપર ખાબકતા પાણીપુરીના ધંધાર્થી સંદીપકુમાર સર્વેશકુમાર નિશાદ નામના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્યુ નીપજ્યું હતું.
આ વિચિત્ર અકસ્માત સર્જાયો તે સમયે ટંકારાના જીવાપર ગામના શાકભાજીના ધંધાર્થી દીપકભાઈ કાંતિલાલ અઘારીયા અને તેમના પત્ની કૈલાશબેન હરબટિયાળી ગામમાં શાકભાજી વેચી પરત ઘેર જવા માટે બસસ્ટેન્ડના બાંકડે બેઠા હતા ત્યારે કાર ડિવાઈડર કૂદીને તેમની ઉપર આવતા દીપકભાઈને પગના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હોય ઇજાગ્રસ્ત દીપકભાઈને ભાઈ જયંતભાઈ કાંતિલાલ અઘારિયાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.