મોરબી : ગુજરાત રાજ્યમાં પુલ, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબીથી લીલાપર ચોકડી અને રફાળીયા થઈ નેશનલ હાઇવેને જોડતા રસ્તા પર જોધપર (નદી) ગામ પાસે મચ્છુ-2 ડેમ નજીક મચ્છુ નદી પર આવેલ બ્રિજનું સલામતી અને સુરક્ષાના પગલાં રૂપે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર દિગ્વિજય સોલંકીએ નિરીક્ષણ કર્યું હતું.
