મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના ઘાટીલા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ધીરુભાઈ સવસીભાઈ ધોરકડીયા, અજયભાઈ કનુભાઈ ધોરકડીયા, દલસુખભાઈ નાથાભાઇ ધોરકડીયા અને આરોપી રાજેશભાઇ પ્રેમજીભાઈ ધોરકડીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2090 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.