મોરબી : મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકા હદ હેઠળના વિવિધ વિસ્તારોમાં આવેલ મુખ્ય રસ્તાઓ તથા શેરીઓ પર નડતરરૂપ વૃક્ષો તથા તેમની ડાળીઓનું અનુકૂળ રીતે ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. આ પગલાંથી જાહેર જનતાને માર્ગવ્યવહાર દરમ્યાન થતી મુશ્કેલીમાંથી રાહત મળી છે. અને પરિવહન વ્યવસ્થામાં પણ સહુલિયત થઈ છે. આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. અને જરૂર જણાય ત્યાં બીજા વિસ્તારોમાં પણ નડતરરૂપ વૃક્ષોના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
