વીસીપરામાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબી : મોરબી શહેર અને ગ્રામ્યમાં અપમૃત્યુના બે બનાવમાં સિરામિક ફેકટરીમાં કન્વેયર બેલ્ટમાં આવી ગયેલ કચરો સાફ કરવા જતા ઘૂંટુ નજીક શ્રમિકનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવના વીસીપરા આંબેડકર નગરમાં રહેતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં મોરબીના ઘુંટુ ગામની સીમમાં ઓરકો ગ્રેનાઇટો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ બિહારના વતની અંકિતકુમાર નારણસિંહ ઉર્ફે નારણપ્રસાદ કુશવાહા ઉ.20 નામનો યુવાન ફેકટરીમાં કામ કરતો હતો ત્યારે સિરામિક પ્રેસ વિભાગમાં કન્વેયર બેલ્ટમાં કચરો આવી જતા હાથ તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.
બીજા બનાવમાં મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આંબેડકર નગરમાં રહેતા લક્ષ્મીબેન સુરેશભાઈ સોલંકી ઉ.35 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી હતી.