વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા અનુસૂચિત જાતિ સમાજના યુવાનને રસ્તામાં રોકી તને બહુ હવા છે કહી રાતીદેવરી ગામના જ દસ શખ્સોએ ગામના મંદિર પાસે હિંસક હુમલો કરી ફરિયાદીના ભાઈને પણ માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા ભરતભાઇ ઉર્ફે કાળુ પ્રેમજીભાઈ ઉર્ફે વિપુલભાઈ વોરા ઉ.24 નામના યુવાને ભગાભાઈ ઘોઘાભાઈ ભરવાડ સહિતના દસ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આરોપીઓએ રસ્તામાં રોકી તને બહુ હવા છે કહી હનુમાનજીના મંદિર પાસે ધોકા, પાઇપ, તલવાર અને હાથમાં પહેરેલ કડલા વડે માર મારી ફરિયાદી તેમજ તેમના ભાઈને ફ્રેક્ચર જેવી ઇજા કરી જાતિ પ્રત્યે હડધૂત કર્યાનું જાહેર કર્યું હતું.
આ બનાવમાં પોલીસે ભરતભાઇ વોરાની ફરિયાદને આધારે આરોપી ભગાભાઇ ધોધાભાઇ ભરવાડ, ભુપતભાઇ વિભાભાઇ ભરવાડ, હીતેષભાઇ કરશનભાઇ ભરવાડ, પાચાભાઇ છનાભાઇ ભરવાડ, જયેશભાઇ કરશનભાઇ ભરવાડ, અનીલભાઇ છનાભાઇ ભરવાડ, મેધાભાઇ વીરજીભાઇ ભરવાડ, જીલાભાઇ વીરજીભાઇ ભરવાડ, વિભાભાઇ હકાભાઇ ભરવાડ તથા છનાભાઇ ધારાભાઇ ભરવાડ રહે.બધા રાતીદેવરી વાળા વિરૂદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.