ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ પણ પ્રાથમિક સુવિધાઓના હક્ક માટે ચક્કાજામનો માર્ગ અપનાવવો પડ્યો
મોરબી : મોરબી શહેરમાં લોકોએ પોતાના પ્રશ્નોને લઈને ચક્કાજામનો માર્ગ અપનાવ્યા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો આ પગલે ચાલી રહ્યા છે. પીપળી ગામના સ્થાનિકોએ પાયાના પ્રશ્નોને લઈને આજે સાંજે ચક્કાજામનું એલાન કર્યું છે.
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના વિસ્તાર એવા પીપળી ગામની મારૂતિ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓ છે. જેનો કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં અઠવાડિયામાં એક વાર પાણી આવે છે. તેમાં પણ ગટરનું પાણી આવે છે. આ સાથે ઠેક ઠેકાણે ગારા-કીચડ છે. વરસાદનું પાણી ભરાઈ છે. ગટરની સમસ્યા છે. રોડ-રસ્તાનો પ્રશ્ન છે.
આ સમસ્યાઓને લઈ સ્થાનિકોએ આજે શુક્રવારે સાંજે 4 વાગ્યે ચક્કાજામનું એલાન કર્યું છે. ત્યારે હવે આ ચક્કાજામની ચીમકી બાદ તંત્ર ત્વરિત એક્શનમાં આવી કામગીરીની ખાતરી આપી ચક્કાજામ રોકાવે છે કે કેમ તે જોવું રહ્યું.

