મોરબી : માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામની સીમમાં આવેલ સિમ્પોલો સિરામિક ફેકટરીમાં નોકરી કરતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવાગામના વતની બળવંત કેશરાભાઈ બારીયા ઉ.31 નામનો યુવાન ગઈકાલે બપોરના સમયે માણાબા ગામે આવેલ તળાવમાં ન્હાવા જતા અકસ્માતે ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.