મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) અન્વયે બેનીફીશયરી લેડ કન્સ્ટ્રક્શન (BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીને કુલ 4 લાખની સહાય ચાર હપ્તામાં મળવાપાત્ર છે. આ કેમ્પ તારીખ 19, 21 અને 22 જુલાઈના રોજ મોરબીના વિવિધ ત્રણ સ્થળે યોજાશે.
જે લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સ્થળ પર કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 19 જુલાઈના રોજ સવારે 10 થી 5 સુધી સાંઈબાબા મંદિર, રણછોડનગર, વીસીપરા, મોરબી ખાતે યોજાશે. 21 જુલાઈના રોજ સવારે 10 થી 5 સુધી પંચના મેલડી માતાજીનું મંદિર, ત્રાજપર ખારી, મોરબી-2 ખાતે અને 22 જુલાઈના રોજ સવારે 10 થી 5 સુધી નીલકમલ હનુમાનજીના મંદિર, નીલકમલ સોસાયટીના ગેટ પાસે, લીલાપર રોડ, મોરબી ખાતે યોજાશે. તો આ કેમ્પનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.