675 લીટર દેશી દારૂ સહિત 6.40 લાખનો મુદામાલ કબ્જે
વાંકાનેર : વાંકાનેર શહેરના જકાત નાકા નજીકથી મોરબી એલસીબી ટીમે દેશી દારૂ ભરેલી ક્રેટા કાર અટકાવવા પ્રયાસ કરતા કાર ચાલકે કાર ભગાવી મુકતા પોલીસે પીછો કરતા કાર ચાલક કાર રેઢી મૂકી નાસી જતા કારમાંથી 675 લીટર દેશી દારૂ અને કાર મળી 6.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર જકાતનાકા નજીકથી દેશી દારૂ ભરેલ હોવાની બાતમીને આધારે વોચ ગોઠવતા જીજે 10 સીજી 4630 નંબરની કારને અટકાવવા પ્રયાસ કરતા ક્રેટા કારના ચાલકે કાર ભગાવી મૂકી હતી. દરમિયાન પોલીસે કારનો પીછો કરતા આગળ જતા કાર ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાશી લેતા કારમાંથી 675 લીટર દેશી દારૂ ભરેલા બૂંગિયા, એક મોબાઈલ તેમજ રૂ. 5 લાખની કિંમતની કાર મળી 6.40 લાખનો મુદામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં કાર ચાલક, માલિક તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
