મોરબી : મોરબીની નામાંકિત ગણાતી આયુષ હોસ્પિટલની દર્દીને સ્વસ્થ કરવાની વધુ એક સિદ્ધિ સામે આવી છે. જેમાં એક યુવાનને અકસ્માતમાં અનેક.જગ્યાએ ગંભીર ઇજા થઈ હતી. જેમાં યુવાનને અકસ્માતમાં થાપાનો ગોળો ભાંગી જવો અને અનેક ફ્રેક્ચર થવા છતાં આયુષ હોસ્પિટલે તેની સઘન સારવાર કરી બેઠો કર્યો છે.
આયુષ હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર તેમની હોસ્પિટલમાં વધુ એક ગંભીર કેસ આવ્યો હતો. જેમાં એક વીસ વર્ષના યુવાનને અકસ્માતના કારણે ભારે ગંભીર ઇજા પહોંચી હતી. તેને જમણી કોણીનું કોમ્પલેક્ષ ફ્રેકચર (TERRIBLE TRIAD ELBOW)અને સાંધો ખડી ગયો હતો.તેમજ વધુ ગંભીર બાબત એ હતી કે તેને જમણા થાપાનો ગોળો ભાંગી ગયો હતો. તેના માટે આયુષ હોસ્પિટલના સર્જનોની ટોમ તાત્કાલિક ધોરણે કામે લાગી ઓપેરશન કરીને કોણીનું હાડકું બેસાડવામાં આવ્યું અને ગોળો બચાવવા માટે સ્ક્રુ નાખવામાં આવ્યા હતા. બે મહીના પછી દર્દી સપોર્ટ વિના ચાલવા લાગ્યા અને કોણીની પુરેપુરી મુવમેન્ટ આવા લાગી છે.
