મોરબી : મોરબી નજીક લક્ષ્મીનગર પાસે હાઇવે ઉપર એક મસમોટી ટ્રેન ખાડાના કારણે ફસાઈને નમી ગઈ હતી. જેને અન્ય ક્રેનોની મદદથી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને કારણે હાઇવે ઉપર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
મોરબીના લક્ષ્મીનગર ગામ પાસ નેશનલ હાઇવે ઉપર આજે એક 22 વ્હીલવાળી મહાકાય ક્રેન ખાડાના કારણે ફસાઈને નમી ગઈ હતી. જેને બહાર કાઢવા માટે અન્ય 5 મોટી ક્રેનો મંગાવવામાં આવી હતી. મહામહેનતે આ ક્રેનને બહાર તો કાઢી લેવામાં આવી છે. પણ તેના કારણે એક તરફ ભરતનગર સુધી તો બીજી બાજુ ત્રાજપર ચાર રસ્તા સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.
