મોરબી : મોરબીમાં લાંબા સમય સુધી ચાતક નયને પ્રતીક્ષા જોયા બાદ ગઈકાલે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું અને ગઈકાલે સવારે 10થી 12ની વચ્ચે 2 ઈંચ જેવો ધોધમાર વરસાદ વરસી ગયા બાદ આખો દિવસ વરાપ રહ્યો હતો.પણ આજે ફરી સવારે ફરી આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને એકદમ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બીજા દિવસે ધીમીધારે મેઘમહેરથી પાણી વહી નીકળ્યા હતા. પણ હાલ બપોરે 12-30ની આસપાસ વરસાદ એકદમ રહી ગયો છે.પણ આકાશમાં વરસાદી વાતાવરણ યથાવત છે.

