Thursday, July 24, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiહળવદ નગરપાલિકાના જનરલ બોર્ડમાં ૪૭ થી વધુ એજન્ડાઓને બહુમતી બહાલી

હળવદ નગરપાલિકાના જનરલ બોર્ડમાં ૪૭ થી વધુ એજન્ડાઓને બહુમતી બહાલી

(મયુર રાવલ હળવદ) : હળવદ નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન થયેલ જેમાં તમામ ૨૮ સભ્યોઓ ઉપસ્થિત રહ્યા હતા,સૌપ્રથમ સભામાં ઉપસ્થિત તમામ સદસ્યો અધિકારી, પદાધિકારીઓએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આકસ્મિક ઘટનાથી થયેલ અવશાન અંગે તેઓની યાદમાં ઉપસ્થિત તમામએ બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરેલ

અને ત્યારબાદ પ્રમુખનાં અધ્યક્ષસ્થાનેથી સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જેમાં જુદાજુદા કુલ એજન્ડા મુજબના ૧ થી ૪૬ મુદા અને અને અધ્યક્ષસ્થાનેથી ૫ મુદ્દાઓ મળી કુલ ૫૧ જુદા જુદા વિકાસકામોના ઠરાવ કરવામાં આવેલ જેમાં લોકોના આરોગ્યલક્ષી જરૂરિયાતમાં અતિઆવશ્યક એવી ઈમરજન્સી એમ્બ્યુલન્સ વસાવવી અને આગ-અકસ્માતના બનાવમાં વધુ અસરકારક કામગીરી હાથ ધરી શકાય એટલે નવું ફાયર વાહન અને સાધનો તથા હળવદ નગરપાલિકા બિલ્ડીંગ તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થામાં સોલાર પાવર આધારિત વ્યવસ્થા હાથ ધરવાનું આયોજન, તથા દેશદાઝ અને રાષ્ટ્રીય ભાવનાના પ્રેરણારૂપ એવા તિરંગા સર્કલ બનવાનું કામ, અને પાણીની પરિસ્થિતિમાં સુધારો થાય અને પાણી વિતરણમાં વધુ અસરકારક કામગીરી હાથ ધરી શકાય તે માટે નલ સે જલ યોજનાનાં કામોનું આયોજન જેવા અનેક લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે અનેક વિધ કામો હાથ ધરવાના ઠરાવો બહુમતે પસાર કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત સભા દરમ્યાન ભાજપ શાસિત હળવદ નગરપાલિકા થી હળવદ ના નગરજનો સંતુષ્ટ ન હોય તેવો કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજી વિરોધ કરેલ જે ફક્ત ડિંડક સાબિત થયો કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં કોઈ એ સહી જ નથી કરી અને આ કાર્યક્રમ માં મોટા ભાગ ના ગ્રામ્ય વિસ્તાર અને બીજા તાલુકા ના લોકો જોડાયા હતા અને તેની સંખ્યા જુજ હોય તેવો આક્ષેપ સતાપક્ષે કર્યો હતો.

હળવદ નગરપાલિકા એ વર્ષો થી ભારતીય જનતા પાર્ટી દ્વારા શાસન ધુરા સંભાળી છે અને એક પછી એક એવા વિકાસ ના કાર્યો હળવદ માં થઈ રહ્યા છે જેનાથી બીજા શહેર ના લોકો પ્રેરાઇ ને હળવદ શહેર માં રહેવા માટે પસંદ કરે છે હળવદ નો મુખ્ય માર્ગ જે બિસ્માર હતો તે ૧૬ કરોડ ના ખર્ચે બની રહ્યો છે તે રોડ ની કામગીરી ની શહેરીજનો પ્રશંસા કરી રહ્યા છે સાથે હળવદ નગરપાલિકા ના સદસ્યો પણ 24*7 લોકો ની વચ્ચે રહી લોકો ના નાના મોટા પ્રશ્નો ને વાચા આપી રહ્યા છે. સાથે હળવદ નગરપાલિકા દ્વારા હેલ્પલાઈન નંબર :- 02758-261432 જાહેર કરવામાં આવ્યો છે જેથી ઘરે બેઠા પણ નગરપાલિકા ને લગતી સમસ્યા ટેલિફોનીક લખાવી તેનું નિરાકરણ કરી શકાય છે આમ આગામી સમય માં હળવદ ની આન બાન અને શાન એવા શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર પર ના મુખ્ય માર્ગ ને આગવી ઓળખ ના કામ થકી શણગારી દેવામાં આવશે સાથે સામંતસર સરોવર ને પણ ટુરિઝમ પોઇન્ટ તરીકે વિકસાવવામાં આવશે સાથે વિધાર્થીઓ અને વડીલો માટે અતિઆધુનિક સુવિધાઓ થી સુસજ્જ લાઇબ્રેરી બનાવવામાં આવશે સાથે અધ્યતન ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવશે હળવદ માં કોઈ ઓડિટોરિયમ હોલ નથી તે માટે અદ્યતન સુવિધાસભર ઓડિટોરિયમ હોલ બનાવવાનું પણ આયોજન કરેલ છે સાથે વોર્ડ નંબર 1 થી 7 માં જ્યાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, પાણી ની લાઇનો ના કામો બાકી છે તે સત્વરે કામો શરૂ થાય તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે હળવદ મુક્તિધામ પણ 365 દિવસ સ્વચ્છ રાખી અને છાણા લાકડા ની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અનેક સ્મશાન માં લાઇટ ન પોલ પણ ઊભા કરવામાં આવ્યા છે તળાવ કાંઠે બગીચા માં આકર્ષક લાઈટો પણ ફીટ કરવામાં આવી છે અને સાતે સાત વોર્ડ માં વોટ્સએપ ગ્રુપ પણ સદસ્યો દ્વારા બનાવવા માં આવ્યા છે જેથી વોર્ડ માં રહેવાસી પોતાની સમસ્યા આ ગ્રુપ માં મૂકી શકે અને તે સમસ્યા નું સમાધાન સત્વરે થઈ શકે સાથે આજરોજ જનરલ બોર્ડ માં તમામ મુદ્દાઓ બહુમતિ સાથે પસાર કરવામાં આવ્યા હતા, હળવદ શહેર ની જનતા એ ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા થી સંતુષ્ટ છે અને કોંગ્રેસ દ્વારા જે ડિંડક કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ માં હળવદ ના કોઈ શહેરીજનો ના જોડાતા ગ્રામ્ય વિસ્તાર અને અન્ય તાલુકા ના લોકો ને આ કાર્યક્રમ માં બોલાવી કોંગ્રેસે સંતોષ માનવો પડીયાનો સતાપક્ષે આક્ષેપ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments