પાટોત્સવ પ્રસંગે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ , મહાપ્રસાદ તથા ભસ્મ આરતી સહિતના કાર્યક્રમો યોજાશે
વાંકાનેર : શહેરથી જડેશ્વર રોડ પર આવેલી વૃંદાવન વાટિકા સોસાયટી ખાતે બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરને તા.૨૨.૦૭.૨૦૨૫ અષાઢ વદ તેરસ મંગળવારના રોજ એક વર્ષ પૂર્ણ થશે. એક વર્ષ પૂર્ણ થતા સોસાયટી વાસીઓ દ્વારા મંદિરનો પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.
ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદીરના પ્રથમ પાટોત્સવ પ્રસંગે દિવસભર ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં તા. ૨૨ ના રોજ સવારે ૭ વાગ્યે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ તેમજ મહાપ્રસાદ બપોરના ૧:૦૦ કલાકે યોજાશે.જ્યારે સાંજે ૬.૩૦ વાગ્યે ભસ્મ આરતી કરાશે. ભસ્મ આરતી સમયે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવને મહાકાલનો શણગાર કરવામાં આવશે. મહાકાલની ભસ્મ આરતી કરવા છોટી કાશી હળવદથી ભસ્મ આરતી માટે સૌરાષ્ટ્રભરમાં સેવા આપતા નીરવભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે.
ભસ્મ આરતીનો લાભ લેવા તમામ શિવભક્તોને શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંડળ દ્વારા વૃંદાવન વાટિકા,જડેશ્વર રોડ વાંકાનેર ખાતે પધારવા આહ્વાન કરવામાં આવ્યું છે.








