હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કડીયાણા – માથક રોડ ઉપર આવેલ રણછોડગઢ ગામની સીમમાં મામદેવ મંદિરની સામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શંકરભાઇ હીરાભાઇ ધામેચા, રાયધનભાઇ તરશીભાઇ દઢૈયા, વિષ્ણુભાઇ વિરમભાઇ દઢૈયા, શીવાભાઇ સુખાભાઇ સિણોજીયા અને સંજયભાઇ લાભુભાઇ સુરેલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2250 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.