મોરબી : મોરબીના પંચાસર ગામની પ્રાથમિક શાળાનાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્ય સરકારનાં ભાર વિનાનાં ભણતર અંતર્ગત તા. 19-7-2025 ને શનિવારના રોજ બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.મયુર ડેરી મોરબીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં વિદ્યાર્થીઓને ડેરીનાં સ્ટાફ દ્વારા દૂધ સહકારી મંડળીઓ અને દૂધ સંઘ અંગે પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં દરેક બાળકોએ પણ ઉત્સાહભેર માહિતી પ્રાપ્ત કરી હતી.

