મોરબી : મોરબી શહેર અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ ત્રણ દરોડામાં પોલીસે વાવડી ચોકડી, શનાળા બાયપાસ અને સોખડા ગામની સીમમાંથી ત્રણ આરોપીઓને વિદેશી દારૂની ચાર બોટલ તેમજ એક એક્સેસ, એક એક્ટિવા અને મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રથમ દરોડામાં વાવડી ચોકડી પાસેથી પ્રિન્સ ચંદુલાલ ચાવડા રહે.માધાપર મોરબી વાળાને એક્ટિવમાં વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લેતા દારૂની બોટલ આરોપી રાહુલ રમેશભાઈ પરેસા રહે.માધાપર વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી એક્ટિવા સહિત 50,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં શનાળા બાયપાસ ઉપર પાપજી ફનવર્લ્ડ પાસેથી પોલીસે એક્સેસ લઈને પસાર થતા આરોપી વિકી નારણભાઇ નાટડા રહે.શનાળા વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બે બોટલ કિંમત રૂપિયા 600 કબ્જે કરી પૂછતાછ કરતા દારૂની આ બોટલ આરોપી હરેશ બારોટ રહે.વાવડી રોડ વાળા પાસેથી ખરીદી હોવાનું કબુલતા પોલીસે 5000નો મોબાઈલ અને 50 હજારના એક્ટિવા સહિત કુલ રૂપિયા 55,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત તાલુકા પોલીસે સોખડા ગામની સીમમાં સ્પેનિટો કારખાના સામેથી આરોપી સતીષ મનસુખભાઇ થરેશા રહે.સોખડા ગામ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.