કમિશનરે દાણાપીઠ, કલેક્ટર ઓફિસ પાછળ, રોહિલાપીર દરગાહ અને આયુર્વેદિક હોસ્પિટલ જેવા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ પણ મુલાકાત લીધી: સફાઈ કામદારોની હાજરી તપાસી
મોરબી : મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ ગઈકાલે સોમવારના રોજ ઝોન નંબર 2ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખાની સફાઈ કામગીરી અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરીની સમીક્ષા કરી હતી. કમિશનરે ઝોન ૨ના સફાઈ કામદારોની હાજરી પણ ચકાસી હતી. આ ઉપરાંત કમિશનરે દાણાપીઠ, કલેક્ટર ઓફિસ પાછળ, રોહિલાપીર દરગાહ અને આયુર્વેદિક હોસ્પિટલ જેવા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ (GVP)ની પણ મુલાકાત લીધી હતી.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા 15 જુલાઈ, 2025 થી 21 જુલાઈ, 2025 દરમિયાન શહેરી વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના ભંગ બદલ કુલ રૂ. 23,960/- નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં આવેલી રચના સોસાયટી, ખારાકુવા શેરી અને લીલાપર રોડ સ્મશાન સામેના નાલાની સફાઈ કામગીરી પણ હાથ ધરી હતી.



