Tuesday, July 22, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં કાલે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબીમાં કાલે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી : આવતી કાલ તારીખ 23-7-2025 ને બુધવારના રોજ 66 કેવી વજેપર સબ સ્ટેશનમાં કામગીરી હોવાથી 66 કેવી સાઈડની કામગીરી હોવાથી PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી લાતી પ્લોટ ફીડર, 11 કેવી હોસ્પિટલ, 11 કેવી રાજનગર ફિડર તેમજ 1 કેવી મૂનનગર ફિડર સવારે 7 કલાકથી સવારના 10 કલાક સુધી સબ સ્ટેશનનું સમારકામ માટે વીજપુરવઠો બંધ રહેશે.

જેમાં હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક 1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક 1 અને 2, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર 1 અને 2, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિંહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3,4,5,6નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન 19 અને 22, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ 2,3 અને 4નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

આ ઉપરાંત મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી જેલ રોડ ફીડર સવારે 7 થી સવારના 2 કલાક સુધી બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં આલાપ પાર્ક, દેવ પાર્ક, ખોડિયાર પાર્ક, વણકરવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબજેલ, વાંકાનેર દરવાજા સુધીના વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments