મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર ઘુંટુ ગામન સ્મશાન નજીક વાહનમાં ક્રૂરતાપૂર્વક બાંધી 10 જીવિત ઘેટાઓને લઈ જવામાં આવી રહ્યા હોય જીવદયા પ્રેમીઓએ વાહનને ઝડપી લઈ પોલીસને સોંપી આપતા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઈ 10 ઘેટા મુક્ત કરાવી આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા આચરવા સબબ કાર્યવાહી કરી હતી.
ગત મોડીરાત્રે હળવદ મોરબી હાઇવે ઉપર ઘુંટુ ગામના સ્મશાન નજીક સુપર કેરી વાહનમાં પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની માહિતીને આધારે જીવદયા પ્રેમીઓએ વોચ ગોઠવી જીજે – 13 – એએક્સ – 2648 નંબરના વાહનને પકડી પાડતા વાહનમાંથી 10 જીવિત ઘેટા મળી આવ્યા હતા.
આ બનાવ અંગે મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક રહેતા જયદીપ કિશોરભાઈ ડાવડાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી નિશારઅહેમદ મહેમુદભાઈ ભટ્ટી, રહે. ખાટકીવાસ, મોરબી, ઇનુસભાઈ સિકન્દ્રભાઈ ભટ્ટી અને અકરમભાઈ દાઉદભાઈ ભટ્ટી રહે.બન્ને ધ્રાંગધ્રા વાળાને ઝડપી લઈ પશુપ્રત્યે ક્રૂરતા આચરવા સબબ ગુન્હો દાખલ કર્યો હતો.